Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયજી-20 સંમેલન : 20 કાર્યક્રમોમાં ભાગ લેશે મોદી

જી-20 સંમેલન : 20 કાર્યક્રમોમાં ભાગ લેશે મોદી

- Advertisement -

વડાપ્રધાન મોદી જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આજે ઈન્ડોનેશિયાના બાલી ખાતે રવાના થશે. તેઓ 14 થી16 નવેમ્બર બાલિ રહેશે. લગભગ 45 કલાકના આ પ્રવાસમાં મોદી 20 જેટલા કાર્યક્રમોમાં ભાગ લેશે. દુનિયાના દિગ્ગજ 20 દેશોના સમૂહ જી-20ના મુખ્ય શિખર સંમેલનમાં ભાગ લેવા ઉપરાંત વડાપ્રધાન તેમાં ભાગ લેનાર 10 દેશોના પ્રમુખો સાથે દ્વિ-પક્ષી મુલાકાત પણ કરશે. જેમાં બહુપક્ષીય અને દ્વિ-પક્ષીય મુદ્દાઓ પર વિસ્તારથી ચર્ચા થશે.
મોદી અને અન્ય જી-20 નેતાઓ વૈશ્ર્વિક અર્થવ્યવસ્થા, ઉર્જા, પર્યાવરણ, કૃષિ, સ્વાસ્થ્ય અને ડિઝીટલ પરિવર્તન સહિત અનેક મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરશે. વિદેશ સચીવ વિનય કવાત્રાએ જણાવ્યું હતું કે સંમેલન ત્રણ વર્કીંગ સેશનમાં હશે, જેમાં વડાપ્રધાન મોદી ભાગ લેશે. જેમાં ખાદ્ય, ઉર્જા સુરક્ષા, ડિઝીટલ પરિવર્તન અને સ્વાસ્થ્ય જેવા મુદ્દા સામેલ છે.

- Advertisement -

જ્યારે ઈન્ડોનેશિયામાં ભારતીય રાજદૂત મનોજકુમાર ભારતીએ જણાવ્યુ હતું કે ભલે વડાપ્રધાન મોદીનો ઈન્ડોનેશિયાનો આ પ્રવાસ નાનો હોય પણ રાજનીતિક દ્દષ્ટિએ આ પ્રવાસ ખૂબ જ મહત્વનો છે. જી-20 શિખર સંમેલનમાં મોદી અને બ્રિટીશ પીએમ ઋષિ સુનક સાથે પણ મુલાકાત થઈ શકે છે. વડાપ્રધાન મોદી ઈન્ડોનેશિયા પ્રવાસી ભારતીયો સાથે જોડાવવા માટે સામુહિક કાર્યક્રમમાં પણ સામેલ થશે. શિખર સંમેલનમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રો, જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ઝ અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપીંગ પણ ભાગ લેશે. દરમિયાન ખબરો મુજબ અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડન આ વર્ષે જી-20 શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદીને મળવા ઉત્સુક હોવાનું પણ જાણવા મળ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular