Saturday, December 28, 2024
Homeરાષ્ટ્રીયકાલે હિમાચલમાં મતદાન

કાલે હિમાચલમાં મતદાન

- Advertisement -

હિમાચલ પ્રદેશ વિધાનસભાની કુલ 68 બેઠક માટે આવતીકાલે શનિવારે મતદાન યોજાશે. મતદાન માટેની તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. રાજકીય પક્ષો દ્વારા છેલ્લી ઘડીનો ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ ચૂંટણીમાં રાજયના કુલ પપ.92 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે.
આ ચૂંટણીમાં 412 ઉમેદવારો પોતાની રાજકીય નસીબ અજમાવી રહ્યા છે. જેમાંથી 24 મહિલાઓ પણ સામેલ છે. રાજયના 55,92,828 મતદારો આ ચૂંટણીમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકશે. તેમાંથી 67559 સેવા મતદાતા, 22 પ્રવાસી ભારતીય મતદારો, 5525247 સામાન્ય મતદારો તથા 38 થર્ડ જેન્ડર મતદારો સામેલ છે.

- Advertisement -

રાજયમાં પુરુષોની અપેક્ષાએ મહિલા મતદારોની સંખ્યા વધારે છે. તેમાંથી 2737845 મહિલાઓ, 2854945 પુરુષ તથા 38 થર્ડ જેન્ડર મતદાર છે. મતદાન માટે તે પ્રવાસી મતદારોને મૂળ પાસપોર્ટ બતાવાનો રહેશે, જે પાસપોર્ટ વિવરણ અનુસાર જનપ્રતિનિધિ અધિનિયમ અંતર્ગત મતદાર યાદીમાં સામેલ છે.

રાજય ચૂંટણી વિભાગે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી માટે રાજયમાં 7881 મતદાન કેન્દ્રો બનાવ્યા છે. રાજયમાં 157 મતદાન કેન્દ્ર મહિલાકર્મી સંચાલિત કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular