Thursday, December 26, 2024
Homeરાજ્યહાલારધારાસભ્ય હકુભા જાડેજાને ભાજપ દ્વારા ટિકિટ ન અપાતા ક્ષત્રિય સમાજમાં નિરાશા

ધારાસભ્ય હકુભા જાડેજાને ભાજપ દ્વારા ટિકિટ ન અપાતા ક્ષત્રિય સમાજમાં નિરાશા

- Advertisement -

આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરુવારે રાજ્યના 160 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 78- જામનગર (ઉતર) માટે મહિલા યુવા ઉમેદવાર રિવાબા જાડેજાના નામની જાહેરાત કરવામાં આવી છે.

- Advertisement -

ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામના મૂળ વતની અને રૂપાણી સરકારમાં રાજ્ય મંત્રી તરીકે કામ કરી ચૂકેલા ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાને આ વખતે પાર્ટીએ જામનગરની ટિકિટ આપી નથી. વર્ષો અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં આવી અને જામનગરમાં નોંધપાત્ર લીડનો રેકોર્ડ સર્જના ધારાસભ્ય હકુભા જાડેજાને ભાજપે ટિકિટ ન આપતા ખંભાળિયાના ભાતેલ સહિતના ગામોમાં અને ખાસ કરીને ક્ષત્રિય સમાજમાં નિરાશાનું વાતાવરણ સર્જાયું છે.

હકુભા જાડેજા જામનગરની પોતાની બેઠક સાથે હાલારમાં અન્ય બેઠકમાં પણ ચૂંટણીમાં જીત મેળવવા ગત વિધાનસભામાં મદદરૂપ બન્યા હતા. લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે હંમેશા જાગૃત અને મદદરૂપ થનારા રાજપૂત સમાજના અગ્રણી હકુભાને ટિકિટના મળતા જ્ઞાતિના અનેક આગેવાનોમાં પણ નિરાશા છવાઈ છે. જો કે તેમના સ્થાને રાજપૂત સમાજના જ યુવા મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. પરંતુ હકુભા જાડેજા જેવા કાર્યદક્ષ અને લોકો માટે જાગૃત ઉમેદવારને ટિકિટ ન આપીને પાર્ટીએ અનેક ધારાસભ્યને રીપીટ પણ કર્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular