જામનગર તાલુકાના સીકકા ગામના કારાભુંગામાં રહેતો તખાભાઈ રાઠોડ નામનો શ્રમિક વૃદ્ધનો પુત્ર દિપક રાઠોડ (ઉ.વ.27) નામનો સાડા પાંચ ફૂટ ઉંચાઈ ધરાવતો પોપટી કલરનો નાની ફુંદરીવાળો આખી બાયનો શર્ટ તથા ખાખી કલરનું કોટનનું પેન્ટ પહેરેલ શ્યામ વર્ણ યુવાનના કપાળે જૂનુ લાગ્યાનું નિશાન છે તેમજ મધ્યમ બાંધાનો દિપક ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે પરંતુ વાંચતા લખતા આવડતું નથી. સીક્કામાંથી ગુમ થયેલ યુવાન અંગે કોઇ વિગતો હોય તો 0288-2344249 અથવા 9998656999 નંબર ઉપર જાણ કરવા પોલીસની યાદીમાં જણાવાયું છે.