રાજકોટમાં રહેતો પરિવાર કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રોકાવા આવ્યો હતો જ્યાંથી રાજકોટની યુવતી કોઇને જાણ કર્યા વગર ઘરેથી ચાલી જતાં પરિવારજનોએ શોધખોળ આરંભી હતી. જો કે યુવતી રાજકોટના જ શખ્સ સાથે નાશી ગઈ હોવાની આશંકાએ પોલીસે તે દિશામાં તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, રાજકોટમાં રહેતા લખમણભાઈ રવજીભાઈ ધંધુકિયા અને તેમનો પરિવાર કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતાં તેના ભાઈ પરશોતમભાઈના ઘરે રોકાવા આવ્યા હતાં જ્યાં મંગળવારે સવારના સમયે લખમણભાઈની પુત્રી જયશ્રીબેન (ઉ.વ.21) નામની યુવતી કોઈને જાણ કર્યા વગર નિકાવાથી ચાલી ગઈ હતી. ત્યારબાદ ધંધુકિયા પરિવાર દ્વારા યુવતીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને મોબાઇલ રાખતી ન હોવાથી પરિવારજનો દ્વારા જયશ્રીની શોધખોળ માટે રાજકોટમાં આવેલા શારદા ચીલ્ડ્રન કેરમાં નોકરી કરતી હતી ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. પરંતુ ત્યાં પણ ગઈ ન હતી. પાંચ ફુટ એક ઈંચ ઉંચાઈ ધરાવતી ઘઉંવર્ણી પાતળો બાંધો અને ગોળ મોઢું તથા કાળા વાળ વાળી જયશ્રીએ સિલ્વર કલરનું ટી-શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેર્યુ હતું. ટી-શર્ટમાં શારદા ચિલ્ડ્રન કેરનો લોગો લગાડેલો હતો.
યુવતી નિકાવામાં તેની નોકરીના સ્થળ સહિત કોઇ સગા સંબંધી કે મિત્ર-વર્તુળોમાં મળી ન આવતા યુવતીના પિતરાઇ દિપક ધંધુકીયા દ્વારા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી અને જયશ્રી રાજકોટમાં રહેતાં નવાઝ સતાર દોઠીયા નામના શખ્સ સાથે નાશી ગઈ હોવાની આશંકાએ પોલીસે તે દિશામાં તપાસ આરંભી હતી. યુવતી અંગેની કોઇ જાણકારી હોઇ તો તપાસનીશ હેકો જી.આઇ.જેઠવાના મો.નં.79844 79392/9913778257 ઉપર જાણ કરવા પોલીસની યાદીમાં જણાવાયું છે.