નોટબંધીને 6 વર્ષ થઈ ગયા છે. તેનું લક્ષ્ય બ્લેક મનીને રોકવાનું હતું પણ નોટબંધી જેવા મોટા પગલા પછી પણ એ સ્પષ્ટ નથી થયું કે તેનું લક્ષ્ય પુરું થયું છે કે નહી. લોકલ સર્વેમાં 44 ટકા લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા 7 વર્ષમાં પ્રોપર્ટીની ખરીદીમાં તેમણે કેશ પણ આપ્યા હતા. લોકો આજે પણ હાર્ડવેર, પેઈન્ટ અને વસ્તુઓ બિલ વિના વેચી અને ખરીદી રહ્યા છે.
જો કે એ પણ સાચું છે કે, છેલ્લા 6 વર્ષમાં વધુ લોકોએ ડિઝીટલ પેમેન્ટની રીત અપનાવી છે. કોરોના મહામારીમાં તેમાં વધારો થયો હતો. કારણ કે લોકો ઘરમાં બંધ હતા અને તેથી તેમને ઓનલાઈન ખરીદી પર નિર્ભર રહેવું પડયું હતું.
લોકલ સર્કલ્સે કેશના ઉપયોગને સમજવા માટે નોટબંધી બાદ છઠ્ઠીવાર સર્વે કર્યો હતો. જેમાં દેશના 342 જિલ્લાના 32 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. સર્વેમાં ભાગ લેનારાઓમાં 68 ટકા પુરુષો અને 32 ટકા મહિલાઓ હતી.
2021ના સર્વેમાં 16 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેમણે 50 ટકાથી વધુ કેશ પેમેન્ટ કરી છે. આ વખતે તે ઘટીને 8 ટકા રહી ગઈ છે.


