Sunday, December 7, 2025
Homeસમાચારરાષ્ટ્રીયપ્રધાનમંત્રીએ પ્રકાશપર્વની ઉજવણીમાં ભાગ લીધો

પ્રધાનમંત્રીએ પ્રકાશપર્વની ઉજવણીમાં ભાગ લીધો

શીખ ધર્મના પ્રણેતા અને પ્રથમ ગુરૂનાનક દેવનું 553મું પ્રકાશ પર્વ ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હીમાં પ્રકાશ પર્વમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ કહ્યું કે 3 વર્ષ પહેલા ગુરૂનાનક દેવજીના 550મા પ્રકાશ પર્વની દેશ-વિદેશમાં ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ અવસરો પર દેશને તેના ગુરૂઓના આશીર્વાદ અને પ્રેરણા મળી છે, તે નવા ભારતના નિર્માણની ઉર્જા વધારી રહી છે.

- Advertisement -

પીએમ મોદીએ કહ્યું કે પ્રકાશ પર્વની સમજ, મહત્વ શીખ પરંપરામાં રહી, આજે દેશ કર્તવ્ય અને સેવાની પરંપરાને એ જ ખંતથી આગળ વધારી રહ્યો છે, ગુરુ નાનક દેવજીએ આપણને જીવન જીવવાનો માર્ગ બતાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે નામ જપ, કિરાત કરો, છડી છકો કરો. આ એક વાક્યમાં આધ્યાત્મિક ચિંતન છે, તે ભૌતિક સમૃદ્ધિનો સ્ત્રોત પણ છે અને તે સામાજિક સમરસતાની પ્રેરણા પણ છે. પીએમ મોદીએ કહ્યું કે કેટલાંક સમય પહેલા અફઘાનિસ્તાનમાં સ્થિતિ કેવી રીતે બગડી હતી. હિન્દુ-શીખ પરિવારોને પાછા લાવવાની ઝુંબેશ ચાલી રહી હતી. તે ગુરૂગ્રંથ સાહિબના સ્વરૂપો સુરક્ષિત રીતે લાવ્યા. ગુરૂગોવિંદ સિંહજીના સાહિબ જાદાઓના મહાન બલિદાનની યાદમાં 26 ડિસેમ્બરે ‘વીર બાલ દિવસ’ની ઉજવણી શરૂ થઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular