ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો આજે 95મો જન્મદિવસ છે. તેમના જન્મદિવસ નિમિત્તે પ્રધાનમંત્રી મોદીએ તેમના નિવાસસ્થાને પહોંચી શુભેચ્છા પાઠવી હતી. તેમજ અડવાણીજીને લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત રક્ષામંત્રી રાજનાથસિંહે પણ અડવાણીના નિવાસે પહોંચી તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. 1990માં અડવાણીએ અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે પહેલી રથયાત્રા શરૂ કરી હતી. જેમાં વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સામેલ થયા હતા.