Monday, December 23, 2024
Homeરાજ્યહાલારબેટ દ્વારકાના વન્ય વિસ્તારમાં મંજૂરી વગર વિચરતા દોઢ ડઝન જેટલા શખ્સો સામે...

બેટ દ્વારકાના વન્ય વિસ્તારમાં મંજૂરી વગર વિચરતા દોઢ ડઝન જેટલા શખ્સો સામે કાર્યવાહી

વન વિભાગ દ્વારા કડક કામગીરી

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લોએ ભારતના પશ્ચિમ છેવાડાનો એક સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. અહીં અનેક નિર્જન ટાપુ તેમજ વનવિસ્તાર આવેલો છે. આવા ટાપુ પર સરકારી તંત્રને મંજૂરી વગર પ્રવેશ સામે પ્રતિબંધ છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વન્ય વિસ્તારો જામનગર વન વિભાગની નોર્મલ રેન્જ હેઠળ આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા નજીક બેટ બીટ અનામત જંગલ વિસ્તારમાં પ્રવેશ કરવોએ ભારતીય વન અધિનિયમ મુજબ ગુનાને પાત્ર છે. ગઈકાલે સોમવારે બેટ તથા આસપાસના વિસ્તારમાં ફરજ બજાવતા વન રક્ષક આઈ.એલ. જાડેજા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંતર્ગત મહિલાઓ સહિત 16 જેટલા આસામીઓને આ અનામત જંગલ વિસ્તારમાંથી અનઅધિકૃત રીતે ઘૂસી આવતા સુરક્ષાના કારણોસર આ તમામ વ્યક્તિઓની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી હતી.

આ વ્યક્તિઓની પૂછપરછમાં તેઓ બેટ વિસ્તારના રહેવાસી હોય અને આ જંગલ વિસ્તારમાં આવવાના ઇરાદા અંગે સંતોષકારત સ્પષ્ટતા આપવામાં આવી ન હોય, તેઓની અટકાયત કરી જરૂરી કાર્યવાહી બાદ તપાસ પણ કરવામાં આવી હતી.

- Advertisement -

જુનાગઢ ખાતે તાજેતરમાં ચાલતી લીલી પરિક્રમામાં અહીંનો વન્ય રેન્જનો સ્ટાફ બંધોબસ્તમાં ફાળવવામાં આવ્યો હોય, અહીંના જંગલની સુરક્ષાને ધ્યાને લઈને વન સંવર્ધન તથા સંરક્ષણના હેતુ સબબ પકડાયેલા આ તમામ સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. જામનગરના ડી.સી.એમ. આર. ધનપાલ દ્વારા સ્ટાફને કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે બેટ દ્વારકા એ હાલ પાકિસ્તાનની નજીક અને ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે. ત્યારે અહીંના જંગલ વિસ્તાર પ્રત્યે લોકો સભાન અને જાગૃત બને તેમજ વન સંબંધિત ગુનાઓ કરતા ડરે સાથેસાથે વન સુરક્ષામાં સરકારને અડચણરૂપ ન બને તે માટે વન વિભાગ દ્વારા કડક રીતે કામગીરી કરી હતી.

- Advertisement -

જિલ્લામાં વન વિભાગમાં નિયત કરતા ઓછો સ્ટાફ ફાળવવા સાથે અહીં મહિલા વનકર્મી દ્વારા આ વિસ્તારની સુરક્ષાની જવાબદારી સંભાળવામાં આવે છે. કેટલાક લોકોને વન સંબંધિત ગુનાઓના આચરતા આવા કૃત્ય કરતી વ્યક્તિઓ સામે યોગ્ય કાયદેસરની સજા તથા દંડની જોગવાઈનું પાલન કરવા તંત્ર સક્રિય બની રહ્યું છે.

આ જંગલ સાથે કરવામાં આવતા ચેડા તથા જંગલના જાનવર, ઝાડ અને જંગલની જમીનને કરાતા નુકસાનને લગતા ગુનાઓ પ્રત્યે કડક હાથે કામગીરી કરવામાં આવશે તેમ પણ વધુમાં જાણવા મળ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular