Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારજામજોધપુર-લાલપુર વિધાન સભામાં ઇત્તર સમાજના નિર્ણાયક મતો

જામજોધપુર-લાલપુર વિધાન સભામાં ઇત્તર સમાજના નિર્ણાયક મતો

જામજોધપુર-લાલપુર વિધાન સભાની સીટ ઉપર આ વખતે રસાકસીભર્યો ત્રિપાંખિયો જંગ થવાના એંધાણ છે અને ચોથુ પરિબળ મેદાનમાં આવે તો ચાર પાંખિયો જંગ થવાના એંધાણ છે. ત્યારે હાલ રાજકીય માથાઓ પોત-પોતાની રીતે વિવિધ સમાજના મતોને લઇને ગણિત માંડી રહ્યાં છે. પરંતુ રાજકીય પંડિતોમાં ચર્ચાતી વિગતો અનુસાર આ વખતે આવા ગણિત ખોટા પડશે. આ સીટ પર એક સમાજના મતો કોઇ પક્ષ તરફ ઝોક ધરાવે તો જીતી શકાતું નથી. ઇત્તર સમાજ જ આ સીટ પર ચૂંટણી જીતવા માટે નિર્ણાયક મતો સાબિત થશે. તેવું ચર્ચાઇ રહ્યું છે. રાજકીય પક્ષો દ્વારા ઇત્તર સમાજને કોઇ મહત્વના સંગઠન હોદ્ા આપેલ નથી. જેથી ઇત્તર સમાજના મતદારો કોને મત આપવા? તેની અવઢવમાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular