Wednesday, December 25, 2024
Homeરાજ્યગુજરાતશનિવારે સરકારી કચેરીઓ ચાલુ પણ ઉમેદવારીપત્ર નહીં સ્વીકારાય

શનિવારે સરકારી કચેરીઓ ચાલુ પણ ઉમેદવારીપત્ર નહીં સ્વીકારાય

કાલે રાજકીય પક્ષના ઉમેદવારોના ફોર્મ ચુંટણી અધિકારીઓ લેશે

- Advertisement -

ભારતના ચુંટણી પંચે વિધાનસભાની સામાન્ય ચુંટણી માટે નક્કી કરેલ કાર્યક્રમ અનુસાર પ્રથમ તબક્કા માટે તા. પ થી તા. 14 નવેમ્બર સુધી તથા બીજા તબક્કા માટે તા.10 થી તા.17 નવેમ્બર સુધી ઉમેદવારી પત્રો રજુ કરવાનો સમય છે. જાહેર રજાના દિવસો બાદ કરતા બાકીના તમામ દિવસોએ સવારના 11 કલાકથી બપોરના 3 કલાક દરમિયાન ઉમેદવારીપત્રો સ્વીકારવામાં આવશે.

- Advertisement -

ભારતના ચુંટણી પંચની સુચના અનુસાર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 19પ1ની કલમ 33 (1) મુજબ ચુંટણી અધિકારીએ જાહેર રજાના દિવસોએ ઉમેદવારી પત્રો સ્વીકારવાના રહેશે નહી. અહીં જાહેર રજા એટલે કે Negotiable Instruments Act 1881 ની કલમ રપ હેઠળના હેતુ માટેની ‘જાહેર રજા’.
વિધાનસભાની સામાન્ય ચુંટણી-2022 અંતર્ગત ઉપર જણાવ્યા મુજબના પ્રથમ તથા બીજા તબક્કા માટે ઉમેદવારીપત્રો રજુ કરવાના દિવસો દરમ્યાન કાલે તા. 8 ના રોજની જાહેર રજા ઉપર જણાવ્યા મુજબની Negotiable Instruments Act 1881 ની કલમ-રપ હેઠળના હેતુ માટેની ‘જાહેર રજા’ની વ્યાખ્યામાં આવતી નથી જેથી આ દિવસે ચુંટણી અધિકારીઓ દ્વારા ઉમેદવારીપત્રો સ્વીકારવામાં આવશે.

આ ઉપરાંત રાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગના તા.21-10-2022ના જાહેરનામા ક્રમાંક: જસર-102021-431-ઘ થી રાજયમાં તા.25 ઓકટોબરના રોજ રજા જાહેર કરવામાં આવેલ છે. તથા આ રજાની અવેજીમાં તા.12 નવેમ્બરને શનિવારના રોજ રાજય સરકાર હસ્તકની તમામ કચેરીઓ ચાલુ રાખવામાં આવેલ છે. પરંતુ સામાન્ય વહીવટ વિભાગના ઉકત તા.21 ઓકટોબરના જાહેરનામા અંતર્ગતની તા.1ર નવેમ્બરના રોજ બીજા શનીવારની રજા ભારતના ચુંટણી પંચની સુચના મુજબ Negotiable Instruments Act 1881 ની કલમ-રપ હેઠળના હેતુ માટેની ‘જાહેર રજા’ ની વ્યાખ્યામાં આવતી હોવાથી આ દિવસે ચુંટણી અધિકારીઓ દ્વારા કોઇ પણ ઉમેદવારી પત્ર સ્વીકારવામાં આવશે નહી તેમ ગુજરાતના મુખ્ય ચુંટણી અધિકારી પી.ભારતીએ અખબારી યાદીમાં જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular