ભાજપાના ‘મીશન ગુજરાત’માં યુપીના ભાજપા નેતાઓ મહત્વનો રોલ ભજવશે. યોગી આદિત્યનાથ સરકારના પ્રધાનોને ગુજરાતના ચૂંટણી પ્રચારમાં મોકલાઇ રહ્યા છે.ગુજરાતમાં ભાજપા 27 વર્ષથી સત્તામાં છે અને આ વખતે પહેલીવાર પક્ષ સામે કોંગ્રેસ અને આપ એમ બેવડો પડકાર છે. ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું, ‘અમે ગુજરાતમાં જંગી બહુમતિથી જીતીશું. વડાપ્રધાન મોદીના રૂપમાં આપણે વિશ્વ વિખ્યાત નેતા મળ્યા છે. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે તેમણે ગુજરાતને મોડેલ સ્ટેટ તરીકે વિકસાવ્યું છે જ અન્ય રાજયો માટે આદર્શરૂપ છે. તેમના કારણે ગુજરાતમાં એન્ટી ઇન્કમ્બન્સીનો પ્રશ્ર્ન જ નથી ઉભો થતો.’ પક્ષના સુત્રો અનુસાર, યોગી આદિત્યનાથ ગુજરાતમાં ઘણી સભાઓને સંબોધશે અને ઉત્તર પ્રદેશના અર્ધો ડઝન પ્રધાનો સમગ્ર ચૂંટણી દરમ્યાન ગુજરાતમાં જ રહેશે.