Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારમીઠાપુર નજીક ટ્રક ચાલકની ગફલતથી સરકારી બસનો અકસ્માત

મીઠાપુર નજીક ટ્રક ચાલકની ગફલતથી સરકારી બસનો અકસ્માત

મીઠાપુરથી આશરે ત્રણ કિલોમીટર દૂર ટાટા કંપનીના કાંકરી ગેટ સામે વહેલી સવારના આશરે 4:30 વાગ્યાના સમયે રસ્તાની પર રાત્રિના અંધારામાં પાર્કિંગ લાઈટ ચાલુ રાખ્યા વગર તેમજ રિફ્લેકટર વગર ઊભા રહેલા જીજે-10-ટીવી-0277 નંબરના ટ્રકના ચાલકની ગફલતથી આ માર્ગ પર જઈ રહેલી જી.જે. 3-6 – 2527 નંબરની સરકારી બસનો અડચણરૂપ પાર્ક કરવામાં આવેલ આ ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો.

- Advertisement -

આ અકસ્માતમાં સરકારી બસને નુકસાની થવા પામી હતી. આ સાથે ટ્રકના ચાલક એવા પોલીસ કોન્સ. ધર્મેન્દ્રસિંહ રઘુભા જાડેજા (રહે. રાજકોટ)ને પગમાં ફ્રેકચર થયું હતું.

આ સમગ્ર બનાવવા અંગે મીઠાપુર પોલીસે સરકારી બસના ચાલક ધર્મેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદ પરથી ટ્રકના ચાલક સામે આઇ.પી.સી. કલમ 283, 427 તથા 338 મુજબ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular