Monday, December 23, 2024
Homeરાજ્યહાલારદ્વારકા નજીક બે મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત

દ્વારકા નજીક બે મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત

- Advertisement -

દ્વારકા-ઓખા હાઇવે માર્ગ પર દ્વારકાથી આશરે અઢી કિલોમીટર દૂર ગોવાળિયાધામ પાસેથી જીજે-10-એએન-4399 નંબરના મોટરસાયકલ પર જઈ રહેલા શિવરાજપુર વિસ્તારમાં રહેતા રાજકુમાર સુરજકુમાર રામ નામના 27 વર્ષના યુવાન તથા તેમની સાથે જઈ રહેલા તેમના મિત્ર પ્રદીપભાઈ સાથેના મોટા સાઇકલને આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક રોંગ સાઈડમાં આવી રહેલા જી.જે. 37 કે 8852 નંબરના હીરો પેશન મોટરસાયકલના ચાલક એવા દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા ઈરફાન દાઉદભાઈ ખરાઈએ ધડાકાભેર અકસ્માત સર્જતા આ ગંભીર અકસ્માતમાં હીરો પેશન મોટરસાયકલના ચાલક ઈરફાન ખરાઈનું જીવલેણ ઇજાઓ થવાના કારણે કરૂણ મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અકસ્માતમાં અન્ય એક મોટરસાયકલના ચાલક ફરિયાદી એવા મૂળ બિહાર રાજ્યના ભોજપુર જિલ્લાના વતની રાજકુમાર રામ તથા સાથે જઈ રહેલા પ્રદીપભાઈને નાની-મોટી ઇજાઓ થતાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાય હતી. આ સમગ્ર બનાવવા અંગે દ્વારકા પોલીસે મૃતક બાઈક ચાલક ઈરફાન દાઉદ ખરાઈ સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular