આગામી વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ દ્વારા જામનગર ઉત્તર વિધાનસભા બેઠક ઉપર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બીપેન્દ્રસિંહ જાડેજાને ઉમેદવાર જાહેર કરાયા છે ત્યારે બીપેન્દ્રસિંહ દ્વારા આગામી 40 દિવસ સુધીનો રજા રીપોર્ટ આપ્યો હતો. જેને ઓફીસ બેરર્સની મીટીંગમાં માન્ય રાખવામાં આવ્યો હતો.
જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, એક સંપૂર્ણ બિનરાજકીય સંસ્થા છે અને જામનગર ઉત્તર વિધાનસભાના કોંગ્રેસ પક્ષના અધિકૃત ઉમેદવાર તરીકે બિપેન્દ્રસિંહ જાડેજાના નામની જાહેરત થતા અંગત રાજકીય કામોમાં વ્યસ્તતતા રહેવાની સંભાવનાએ તથા ચેમ્બરના મૂલ્યોના જતન અર્થે પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ ચેમ્બરના ઉપપ્રમુખ તથા દરેક ઓફિસ બેરર્સને સંબોધીને આજથી આવતા 40 દિવસનો રજારિપોર્ટ આજ સવારના ચેમ્બર ખાતે સબમિટ કર્યો હતો.
આજરોજ તારીખ 5 ના રોજ મળેલ ઓફિસ બેરર્સની તાત્કાલિક મિટિંગમાં તત્કાલીન પ્રમુખ તુલસીભાઇ ગજેરાએ સદર રજા રિપોર્ટ સ્વીકારવા માટે અને ઉપપ્રમુખને ઇન્ચાર્જ પ્રમુખ બનાવવા માટે સૂચન કર્યું હતું જે હાજર દરેક ઓફિસ બેરર્સ દ્વારા માન્ય રાખવામાં આવ્યું હતું.
ઇનચાર્જ પ્રમુખ રમણીક ભાઈ અકબરીને અભિનંદન પ્રસ્તાવ કરી, પ્રમુખને ટેલિફોનિક શુભેચ્છા પાઠવી હતી.
આ ઓફીસ બેરર ની મીટીંગ માં રમણીકભાઈ અકબરી, તુલસીભાઇ ગજેરા, અક્ષત વ્યાસ, કૃણાલભાઈ શેઠ, અજેશભાઈ પટેલ, તુષારભાઈ રામાણી, સુધીરભાઈ વચ્છરાજાણી ઉપસ્થિત રહ્યા હતા.