Wednesday, December 25, 2024
Homeરાજ્યગુજરાતમતદાન માટે 12 દસ્તાવેજોનો ઉપયોગ કરી શકાશે

મતદાન માટે 12 દસ્તાવેજોનો ઉપયોગ કરી શકાશે

- Advertisement -

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022ની જાહેરાત કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચ તરફથી નક્કી કર્યા મુજબ, વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 માટે તા.1-10-2022ની લાયકાતની તારીખની મતદારયાદી ધ્યાને લેવાની રહેશે. આ ચૂંટણીઓમાં મતદાન માટે ઈ.વી.એમ. (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)નો તેમજ તમામ મતદાન મથકે વી.વી.પી.એ.ટી. (વોટર વેરિફાએબલ પેપર ઓડિટ ટ્રેઇલ)નો ઉપયોગ કરવામાં આવશે.

- Advertisement -

આ ઉપરાંત મતદાન અર્થે મતદાન મથકે આવનારા તમામ મતદારોની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે મતદાર ફોટો ઓળખપત્ર (ઊઙઈંઈ) અથવા ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલા નીચેના 12 પૈકીના કોઈપણ દસ્તાવેજનો ઉપયોગ કરી શકાશે. 1. આધારકાર્ડ, 2. મનરેગા જોબકાર્ડ, 3.બેંક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલા ફોટો સહિતની પાસબુક, 4. શ્રમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા હેલ્થ ઇન્સ્યુરન્સ સ્માર્ટ કાર્ડ, 5. ડ્રાઇવિંગ લાયસન્સ, 6.પાનકાર્ડ, 7. એન.પી.આર. હેઠળ આર.જી.આઈ. દ્વારા આપવામાં આવેલા સ્માર્ટકાર્ડ, 8. ભારતીય પાસપોર્ટ, 9. ફોટો સાથેનો પેન્શન દસ્તાવેજ 10. કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/ જાહેરસાહસો/ પબ્લિક લિમિટેડ કંપનીઓના કર્મચારીઓને આપવામાં આવેલું ફોટો ધરાવતું ઓળખકાર્ડ, 11. સંસદસભ્ય/ ધારાસભ્ય/ વિધાન પરિષદના સભ્યને આપવામાં આવેલા અધિકૃત ઓળખકાર્ડ, 12. યુનિક ડિસેબિલિટી આઈ.ડી. (ઞઉઈંઉ) કાર્ડ, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર. નોંધનીય છે કે, ચૂંટણી તંત્ર દ્વારા મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા તમામ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular