જામનગર શહેરમાં ગુલાબનગરથી રાજકોટ તરફ જઈ રહેલા યુવાનની કારને પાછળથી અન્ય કારચાલકે પૂરઝડપે બેફીકરાઇથી કાર ચલાવી અકસ્માત સર્જી નુકસાન કર્યાની ફરિયાદના આધારે પોલીસે અકસ્માત સર્જનાર કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં રતનબાઈની મસ્જિદ પાસે વજીર ફળી વિસ્તારમાં રહેતા મનોજભાઈ ચંદ્રકિશોરભાઈ આશરા નામના પ્રૌઢ તા.4 ના રોજ સાંજના સમયે હાપા ઈન્ડસ્ટ્રીયલ એરિયા પાસે રોયલ ઇનફીલ્ડ કંપનીનના બુલેટના શોરૂમ સામે ગુલાબનગરથી રાજકોટ તરફ પોતાની કાર જીજે-03-સીઆર-9497 પર જઈ રહ્યાં તે દરમિયાન જીજે-01-આરવાય-8608 નંબરની વોગસ વેગન કારના ચાલક જયપાલસિંહ ચંદુભા સોઢા નામના કારચાલકે પાછળથી પૂરઝડપે બેફીકરાઈથી ચલાવી અકસ્માત સર્જી કારમાં નુકસાન કર્યુ હતું. પોલીસે મનોજભાઈના ફરિયાદના આધારે અકસ્માત સર્જનાર ચાલક જયપાલસિંહ વિરૂધ્ધ ગુનો નોંધી તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.