દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કજુરડા ગામના ગુજરનાર તેજલબા વા/ઓ ભાવસંગ ઉર્ફે મહિપતસિંહ ઝાલાના લગ્ન આશરે દોઢ વર્ષ પહેલા કજુરડા ગામના રહીશ ભાવસંગ ઉર્ફે મહિપતસિંહ ચંદુભા ઝાલા સાથે થયા હતાં અને લગનબાદ તેઓ પોતાના સાસુ-સસરા તથા જેઠ સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હતાં અને તેણીને તેના પતિ તેને કાંઇ રાંધતા આવડતું નથી અને રોજ-બરોજ ઢીકાપાટુનો માર મારતાં હતાં તથા સાસુ-જેઠ તેને રોજ તું કરિયાવર તારા માવતરેથી લાવેલ નથી, તને કંઇ કામ કરતા આવડતું નથી, તેવા મેણા-ટોણા મારતા હતાં. જેથી આ સમગ્ર દુ:ખ-ત્રાસના તેણીથી સહન ન થતાં તેણીએ પોતાની જાતે પોતાના પર કેરોસીન છાંટી આત્મહત્યા કરી હતી અને પોલીસ રૂબરૂ તેના સગા તથા તેના ડોકટર રૂબરૂ પતિ-જેઠ-સાસુ વિરુધ્ધ ઇપીકો કલમ 306, 498(એ), 323, 504, 506(2) તથા 114 મુજબ ફરિયાદ નોંધાયેલ હતી. જે ફરિયાદના આધારે પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
સદરહુ કેસ ખંભાળિયાની એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ અદાલતમાં ચાલવા આવતાં તમામ દલીલો માન્ય રાખી તેમજ અલગ અલગ હાઇકોર્ટના તથા સુપ્રિમકોર્ટના ચુકાદાઓ ધ્યાને લઇ આરોપીઓ રામસંગ ઉર્ફે લાલો ચંદુભા ઝાલા (જેઠ), બાકુલાબા ઉર્ફે મણીબા વા/ઓ. ચંદુભા ભુરુભા ઝાલા (સાસુ)ને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આરોપી તરફે યુવાન ધારાશાસ્ત્રી નિતલ એમ. ધ્રુવ, ડેનિશા એન. ધ્રુવ, પૂજા એમ. ધ્રુવ, ધર્મેશ વી. કનખરા, તુષાર બી. ત્રિવેદી, દિલીપભાઇ દુઆ, આશિષ પી. ફટાણીયા, ધ્વનિશ એમ. જોશી તથા આસિ. જુનિયર કાજલબેન સી. કાંબલીયા રોકાયેલ હતાં.