Monday, December 23, 2024
Homeરાજ્યહાલારકલ્યાણપુરમાં પિતા-પુત્રને માર મારી, જાનથી મારી નાખવાની ધમકી

કલ્યાણપુરમાં પિતા-પુત્રને માર મારી, જાનથી મારી નાખવાની ધમકી

મહિલાઓ સહિત સાત સામે ફરિયાદ

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના સુર્યાવદર ગામે રહેતા દેશુરભાઈ ભીમાભાઈ વારોતરીયા નામના 32 વર્ષના આહિર યુવાનને આ જ વિસ્તારમાં રહેતા માલદેભાઈ કરસનભાઈ વારોતરીયાનું પાળીતું કૂતરૂં કરડી જતા ફરિયાદી દેશુરભાઈ વારોતરીયાએ આરોપી માલદેભાઈ કરસનભાઈ વારોતરીયાને કૂતરૂં સાચવવાનું કહેતા આ બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં માલદેભાઈ કરસનભાઈ સાથે જયેશભાઈ માલદેભાઈ વારોતરીયા, રાજીબેન માલદેભાઈ વારોતરીયા, લીરીબેન માલદેભાઈ વારોતારીયા, શોભનાબેન માલદેભાઈ વારોતરીયા, મુરુભાઈ કરસનભાઈ વારોતરીયા અને રમેશભાઈ મુરુભાઈ વારોતરીયા નામના સાત પરિવારજનોએ દાતરડા તથા લાકડી વડે હુમલો કરી ફરિયાદી દેશુરભાઈ તથા તેમના પિતા ભીમાભાઈ પર હૂમલો કરી, માર મારી, બિભત્સ ગાળો કાઢી હતી. આટલું જ નહીં, આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -

જે સંદર્ભે પોલીસે આઈપીસી કલમ 324, 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular