Sunday, December 7, 2025
Homeસમાચારરાષ્ટ્રીયબુસ્ટર ડોઝ કોઇ ખરીદતું નથી, કોવિશીલ્ડનું ઉત્પાદન બંધ

બુસ્ટર ડોઝ કોઇ ખરીદતું નથી, કોવિશીલ્ડનું ઉત્પાદન બંધ

રસી ઉત્પાદક કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર અદર પૂનાવાલાએ કહ્યું છે કે અમે 2021ના ડિસેમ્બરથી કોવિશીલ્ડ કોરોના રસીનું ઉત્પાદન બંધ કરી દીધું છે. એ વખતે જે સ્ટોક ઉપલબ્ધ હતો એમાં એક કરોડ ડોઝની આખરી તારીખ સમાપ્ત થઈ ગઈ હતી.

- Advertisement -

વિકાસશીલ દેશોના રસી ઉત્પાદકોના નેટવર્કની વાર્ષિક સામાન્ય સભા દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતાં પૂનાવાલાએ કહ્યું કે બૂસ્ટર રસીની કોઈ ડીમાન્ડ નથી રહી, કારણ કે લોકોમાં હવે એ અંગે સામાન્ય સુસ્તી આવી ગઈ છે અને બીજું એ કે લોકો કોરોના રોગચાળાથી કંટાળી ગયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular