જામનગર શહેરની મધ્યમાં આવેલા લાખોટા તળાવના ગેઈટ નં.6 પાસે પાણીમાં અજાણ્યો મૃતદેહ હોવાની જાણ થતા ફાયર ટીમે સ્થળ પર પહોંચી જઇ આશરે 60 વર્ષના વૃધ્ધનું મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપી આપ્યો હતો. જેના આધારે પોલીસે મૃતકની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના લાખોટા તળાવના ગેઈટ નં.6 પાસેના પાણીમાં બુધવારે મોડી સાંજના સમયે કોઇ મૃતદેહ તરતો હોવાની જાણ કરાતા ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીમાંથી આશરે 60 વર્ષના વૃધ્ધનો મૃતદેહ બહાર કાઢયો હતો ત્યારબાદ સ્થળ પર આવેલી પોલીસને મૃતદેહ સોંપી આપ્યો હતો. જેથી પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.