Sunday, December 7, 2025
Homeરાજ્યહાલારજામજોધપુરમાં દિવ્યાંગ યુવાનનું ટાંકામાં પડી જતા મોત

જામજોધપુરમાં દિવ્યાંગ યુવાનનું ટાંકામાં પડી જતા મોત

ચાર વર્ષથી માનસિક બીમાર : બુધવારે સવારે અકસ્માતે ટાંકામાં પડી ગયો

જામજોધપુરમાં ગીંગણી રોડ પર આવેલી આઈસ ફેકટરીના ગેઈટ પાસેના પાણી ભરેલા ટાકામાં દિવ્યાંગ યુવાનનું પડી જતાં ડુબી જવાથી મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના મેલાણ ગામમાં રહેતાં ભરત ઉર્ફે બાબુ ગજાભાઈ નનેરા (ઉ.વ.38) નામના યુવાનને છેલ્લાં ચાર વર્ષથી માનસિક બીમારી હતી. દરમિયાન બુધવારે સવારના સમયે જામજોધપુર નજીક ગીંગણી રોડ પર આવેલી શિવમ આઈસ ફેકટરીના ગેઈટ પાસેના પાણી ભરેલા ટાકામાં અકસ્માતે પડી જતાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. આ અંગેની કારાભાઈ સોલંકી દ્વારા જાણ કરાતા હેકો આર.એચ.કરમુર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular