ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર મીડિયા સેલ પ્રવકતા તથા મીડિયા કો-ઓર્ડિનેટર તરીકે જામ્યુકોના વિપક્ષના પૂર્વ નેતા અને શિક્ષણ સમિતિના સભ્ય વકીલ આનંદ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે.આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાને લઇ સૌરાષ્ટ્રમાં અલગથી મીડિયા ટીમ બનાવવાની જાહેરાત અંતર્ગત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને મુખ્ય પ્રવકતા મનિષ દોશી દ્વારા આ નિમણુંક કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા તેમજ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ ડૉ. નંદિત બારોટને સૌરાષ્ટ્ર મીડિયા ઝોનના ઇન્ચાર્જ નિયુકત્ત કરવામાં આવ્યા છે. આ બન્નેની નિમણુંકને કોંગ્રેસ આગેવાનો દ્વારા આવકારવામાં આવી છે.