જામનગર શહેરમાં વિકટોરીયા પુલથી ગુલાબનગર જવાના માર્ગ પરથી પસાર થતા સ્કુટીચાલક મહિલાને પૂરઝડપે બેફીકરાઇથી આવતી કારે ઠોકર મારી હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં સુભાષ શાકમાર્કેટ પાછળ ભોયવાડામાં રહેતા તૃષાબેન શૈલેષભાઈ મહેતા નામના મહિલા મંગળવારે સાંજના સમયે તેના જીજે-10-સીએસ-6333 નંબરના સ્કુટી પેપ પર વિકટોરીયા પુલથી ગુલાબનગર તરફ જતા હતાં ત્યારે પાછળથી પૂરઝડપે આવતી જીજે-10-બીઆર-4561 નંબરની કારના ચાલકે સ્કુટી પેપને પાછળથી ઠોકર મારતાં અકસ્માતમાં તૃષાબેન પડી જતા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ કાર ચાલક નાશી ગયો હતો. ત્યારબાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા હેકો વાય.એમ.વાળા તથા સ્ટાફે શૈલેષભાઈના નિવેદનના આધારે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.