Thursday, December 26, 2024
Homeહવામાનરાજ્યમાં મલપતી ચાલે ઠંડીનું આગમન

રાજ્યમાં મલપતી ચાલે ઠંડીનું આગમન

વહેલી સવારે લોકોએ ગુલાબી ઠંડીનો કર્યો અહેસાસ : 8 શહેરોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો

- Advertisement -

ચોમાસું સંપૂર્ણ પણે પાછું ખેંચાયા બાદ રાજયમાં મલપતી ચાલે ઠંડીનું આગમન થયું છે. ઉત્તરપૂર્વનો પવન ફૂંકાવાનો શરૂ થતાં વહેલી સવારે લોકો ગુલાબી ઠંડીનો અહેસાસ કરવા લાગ્યા છે જયારે રાજયના જુદા-જુદા શહેરોમાં ન્યુનત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. ધીમે-ધીમે રાત્રિનું તાપમાન ઘટવા લાગતા શિયાળાની જમાવટ થવા લાગશે. 1પ નવેમ્બર બાદ રાજયમાં શિયાળાની ઠંડી જોર પકડશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

- Advertisement -

ઉલ્લેખનિય છે કે 8 શહેરોનું તાપમાન 20-21 ડિગ્રી આસપાસ નોંધાયુ છે. તથા અમદાવાદમાં 21 ડિગ્રી તૉપમાન નોંધાયુ છે. નવેમ્બર મહિનાની શરૂઆતથી કાતિલ ઠંડી માટે તૈયાર રહેવું પડશે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે રાત્રીના સમયે ધીરે-ધીરે શિયાળાની ગુલાબી ઠંડીનો પ્રારંભ થવા જઇ રલો છે. રાજ્યમાં અત્યારે દ્વિસે ગરમી અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાતાં બેવડી ઋતુ અનુભવાઇ રહી છે. એક તરક વરસાદનો વિરામ થતાની સાથે જ દિવસનું મહત્તમ તાપમાન ઉચકાયુ છે ત્યારે બીજી તરક રાત્રીનું લઘુત્તમ તાપમાન ગગવા લાગ્યું છે. અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન ઉંચકાઇને 54.8 ડિગ્રીએ પહોચી ગયુ છે જ્યારે બીજી તરક રાત્રીનું લઘુત્તમ તાપમાન 20.1 ડિગ્રી થઇ ગયું છે. પાટનગર ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન ગગડીને 16.9 5ગ્રિી થઇ જતાં આ શહેરમાં રાત્રે રીતસરની ઠંડી લાગવા માડી છે.

- Advertisement -

રાજ્યના મોટાભાગના શહેરોનું મહત્તમ તાપમાન 55 ડિગ્રીને પાર પહોચી ગયુ છે અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રીથી નીચે આવી ગયું છે. કંડલા પોર્ટનું મહત્તમ તાપમાન 358 ડિગ્રીને પાર નોંધાતા આ વિસ્તારમાં ઉનાળા જેવી ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. આ વખતે રાજ્યમાં ચોમાસાની શિયાળાની ગુલાબી ઠંડીનો સૌને ઇંતેજાર છે. હાલમા મોડી સાંજે રાત્રે ઠંડીનો ચમકારો વર્તાવા લાગ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular