જામનગર શહેરના ભીમવાસના ઢાળિયા પાસે ગત રાત્રિના સમયે ભંગારની ચોરી કરતા બે તસ્કરોને સ્થાનિક લોકોએ દબોચી લઇ મેથીપાક ચખાડી પોલીસને હવાલે કરી દીધા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ઈન્દીરા માર્ગ પર આવેલા ભીમવાસ ઢાળિયા નજીક રાત્રિના સમયે બે અજાણ્યા તસ્કરો ભંગારની ચોરી કરી રીક્ષામાં સામાન ભરતા હતાં તે દરમિયાન આજુબાજુના રહેવાસીઓ એકઠાં થઈ જતાં આ બન્ને તસ્કરોને રંગે હાથ ઝડપી લઇ મેથીપાક ચખાડયો હતો અને ત્યારબાદ લોકો દ્વારા જાણ કરાતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે બન્ને તસ્કરોને ચોરાઉ ભંગાર અને તેમની રીક્ષા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.