જામનગર શહેરમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ઝાહીદખાન નિઝામખાન પઠાણ નામના પોલીસ કર્મી શુક્રવારે એમ.પી. શાહ ઉદ્યોગનગર શરૂ સેકશન રોડની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા શાખામાં પૈસા ઉપાડવા માટે ગયા હતાં ત્યારે કેસિયરની શરતચૂકથી રૂા.50 હજારની રોકડ વધુ આવી ગઈ હતી. જે અંગેની જાણ થતા હેડ કોન્સ્ટેબલે ઈમાનદારી દાખવી ફરીથી બેંકે જઈને મેનેજરની હાજરીમાં રૂા.50 હજારની રોકડ કેસિયરને પરત આપી પોલીસનું ગૌરવ વધાર્યુ હતું.