Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયભારતમાં પણ મળ્યો કોરોનાનો ગંભીર નવો ઉપવેરીએન્ટ XBB

ભારતમાં પણ મળ્યો કોરોનાનો ગંભીર નવો ઉપવેરીએન્ટ XBB

ગુજરાત-રાજસ્થાન સહિત દેશના પાંચ રાજયોમાં નવા વેરિએન્ટની પુષ્ટિ

- Advertisement -

દેશમાં કે દુનિયામાં હજુ સાવ કોરોના નાબૂદ નથી થયો. દેશમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં 2678 કેસ બહાર આવ્યા છે,જ્યારે 10ના મોત થયા છે. કોરોનાના આટલા કેસોની વચ્ચે દેશમાં ઓમિક્રોનનો એક નવો ઉપવેરિએન્ટ મળી આવ્યો છે. જેને વૈજ્ઞાનિકોએ એક્સબીબી નામ આપ્યું છે. જે ઓમિક્રોન સાથે જોડાયેલ બધા ઉપ વેરિએન્ટમાં સૌથી વધુ ગંભીર માનવામાં આવે છે. અત્યાર સુધી આ ઉપવેરિએન્ટ બાંગ્લાદેશ, યુરોપ અને ઉત્તરી અમેરિકાના કેટલાક ભાગોમાં હતો પણ છેલ્લા કેટલાક મહિનામાં જ તે ભારતના અનેક રાજ્યોમાં પહોંચ્યો છે જેમાં પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. વૈજ્ઞાનિકો અનુસાર ભારતમાં હજુ સુધી 59 જીનોમ સિકવેન્સીંગમાં એક્સબીબી વેરિએન્ટની પુષ્ટિ થઇ છે, જ્યારે રોગીઓની સંખ્યાના આધારે જોઇએ તો લગભગ 82 કોરોના દર્દીઓમાં આ ઉપ વેરિએન્ટ મળ્યું છે. નવી દિલ્હીના સ્થિત સીએચઆઈ આર-આઈજીઆઈબીના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. વિનોદ સ્કારિયાએ જણાવ્યું હતું કે, જ્યારે કોઇ એક દર્દીના શરીર પર બે ઉપ વેરિએન્ટનું મિલન થાય છે તો તેમાંથી નવું વેરિએન્ટ બને છે અને તે એ દર્દીના માધ્યમથી સમાજના બીજા લોકોના શરીરમાં પ્રવેશ કરે છે. જો કે આ પ્રક્રિયા ઘણી દુર્લભ હોય છે પણ તેનો ઇન્કાર પણ નથી થઇ શકતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular