ભાણવડ નગરપાલિકા દ્વારા બ્રાન્ચ શાળાથી સતવારા સમાજ સુધી સીસી રોડ તથા પેવર બ્લોકનું કામ રૂા. 78 લાખનું કામ પ્લાન્ટ એસેસમેન્ટ મુજબ મંજુર થયેલ જે કામ ટેન્ડરની જોગવાઇ મુજબ નથી થયેલ અને જયાંથી કમા શરૂ કરવું અને કયા સ્થળે પુરૂં કરવું છે. તે જોગવાઇ મુજબ કામ થયેલ ન હોવાથી સતવારા સમજ પાસે કામ બાકી હોય તેમ છતાં નગરપાલિકાના અધિકારીઓ દ્વારા ઉપરોકત કામનું ફાઇનલ બિલ પણ ચૂકવી આપેલ. જે તાકિદે તપાસ કરી યોગ્ય કરવા આ વિસ્તારના સભ્ય દ્વારા આ અગાઉ લેખિત રજુાાત કરેલ છતાં પણ કોઇ ઉકેલ ન આવતા રાજયના મુખ્યમંત્રી સહિત શહેરી વિકાસ મંત્રી સાંસદ પૂનમબેન માડમ, પૂર્વમંત્રી મુળુભાઇ બેરા, ધારાસભ્ય વિક્રમભાઇ માડમ તથા જિલ્લા વહિવટીતંત્રને પણ રજુઆત કરેલ.
રજુઆતમાં વધુમાં જણાવેલ કે, નગરપાલિકા દ્વારા વોર્ડ નં. 1 અગાઉ મંજુર થયેલા અને જે મંજુર થવાના બાકી કામો છે તેમાં કોઠવારી વાડી વિસ્તાર નલ સે જલ, પીવાના પાણીની પાઇપલાઇનમાં ઓછો ફોર્સ આવતા નવી પાઇપલાઇન તથા વોર્ડ નં-1 અને 4ની વચ્ચે આવતો વિકાસ રોડની ગંભીર હાલત છે જે રોડ ર 30 થી 35 ગામોને વેપાર છે અને વેપારીઓ આ રોડમાં ખાડા-કાદવ-કિચડથી ત્રાહિમામ થયેલ છે જે તાકિદે મંજુર કરાવી શરૂ કરવા રજુઆત કરેલ. બ્રાન્ચ શાળાથી સતવારા સમાજ સુધી થયેલ કામ સી.સી. રોડ તથા પેવર બ્લોકના કામની તપાસ કરાવો અધુરૂં કામ ડીપોઝીટમાંથી કરાવવા લેખિત રજુઆત કરેલ.