Thursday, December 26, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં હવે નવેમ્બરના અંતમાં યોજાશે ચૂંટણી

ગુજરાતમાં હવે નવેમ્બરના અંતમાં યોજાશે ચૂંટણી

આગામી 23 ફેબ્રુઆરીએ પૂર્ણ થઇ રહી છે ગુજરાત વિધાન સભાની મુદત : ગુજરાતના બે તબકકામાં યોજાઇ શકે છે મતદાન

- Advertisement -

હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. ચૂંટણી પંચે શુક્રવારે હિમાચલ પ્રદેશમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી દીધો છે. રાજ્યમાં એક જ તબક્કામાં બધી જ 68 વિધાનસભા બેઠકો પર 12મી નવેમ્બરે મતદાન થશે અને લગભગ એક મહિના પછી 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. જો કે, ગુજરાતમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી. સંભવત: દિવાળી બાદ પંચ દ્વારા ગુજરાતની ચૂંટણી જાહેર કરવામાં આવશે. જયારે નવેમ્બરના અંત ભાગમાં બે તબકકામાં રાજયમાં મતદાન યોજાઇ શકે છે.

- Advertisement -

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત સાથે 14મી ઑક્ટોબરથી જ આદર્શ ચૂંટણી આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. 17મીએ ચૂંટણી પંચ સંબંધિત જાહેરનામું બહાર પાડશે. 25મીએ ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ થશે. 27મીએ ઉમેદવારોના અરજી પત્રકોની ચકાસણી થશે. 29મી સુધીમાં ઉમેદવારો નામ પાછું ખેંચી શકશે. 12મી નવેમ્બરે બધી જ 68 વિધાનસભા બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થશે અને 8મી ડિસેમ્બરે મતગણતરી થશે. આ જ દિવસે પરિણામોની જાહેરાત થશે. લોકશાહીના ઉત્સવમાં મતદારોની મહત્તમ ભાગીદારીની ખાતરી માટે પર્યાપ્ત વ્યવસ્થા કરાઈ છે.

ગુજરાતમાં સરકારનો કાર્યકાળ 23મી ફેબુ્રઆરી 2023ના રોજ પૂરો થાય છે ત્યારે વડાપ્રધાન મોદીના વતનમાં પણ ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી પંચ આગામી કેટલાક દિવસોમાં વિશેષરૂપે દિવાળી પછીના સમયમાં ગુજરાતમાં પણ ચૂંટણીની જાહેરાત કરે તેવી સંભાવના છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular