દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડર સુરેશભાઇ ભીંડીના નેતૃત્વ, કુનેહ અને હોમગાર્ડઝ જવાનો પ્રત્યેની લાગણી તથા ટીમ વર્ક દ્વારા જામનગર જિલ્લાના તમામ હોમગાર્ડઝ જવાનોના ફરજ ભથ્થાના નાણા દિવાળી પહેલા બેંક ખાતામાં ઇ-પેમેન્ટ દ્વારા કરાવી દઇને જવાનોની દિવાળી સુધારી દીધી છે.
આ તકે જિલ્લા કમાન્ડર સુરેશભાઇ ભીંડીએ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લા હોમગાર્ડઝના જવાનો હંમેશા પોલીસની સાથે ખભે-ખભા મિલાવી તેમની ફરજ નિષ્ઠાથી નિભાવી રહ્યાં છે. તાજેતરમાં જ વડાપ્રધાનના બંદોબસ્તમાં સમગ્ર જિલ્લાના 500 હોમગાર્ડઝ ભાઇઓ-બહેનો સતત પાંચ દિવસ સુધી કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પોલીસની સાથે જ ખડેપગે રહી નિષ્કામ સેવાને ચરિતાર્થ કરેલ છે. જે માટે જામનગર જિલ્લા હોમગાર્ડઝ રાજ્ય કક્ષાએ અગ્રેસર રહ્યું છે.