રાજસ્થાનના નાથદ્વારામાં તા. 29 ઓકટોબરથી તા. 6 નવેમ્બર સુધી પૂ. મોરારીબાપુના વ્યાસાસને સંતકૃપા સનાતન સંસ્થા, નાથદ્વારા દ્વારા શ્રી રામકથાનું ભવ્ય આયોજન કરાયું છે. ‘વિશ્વાસ સ્વરૂપ’ નાથદ્વારા, રાજસમન્દ રાજસ્થાન ખાતે 369 ફૂટ ઉંચી વિશ્વાસની અદ્વિતિય શિવ પ્રતિમા ‘વિશ્વાસ સ્વરૂપ’નું લોકાર્પણ પૂ. મોરારીબાપુના હસ્તે કરાશે.મોરારીબાપુ રામકથા દરમ્યાન પ્રતિમા ખુલ્લી મુકશે.
રાજસ્થાનની કણે કણ પોતાની બહાદુરી, બલિદાન, ભક્તિ તેમજ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને કારણે દેશ-વિદેશના લોકોને આકર્ષે છે. કંઇક આવો જ એક અને નવો અધ્યાય વિશ્વ પટલ પર પોતાનો ઈતિહાસ લખવા જઇ રહ્યો છે.
રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના નાથદ્વારામાં શ્રીનાથજીની પાવન ધરતી પર 369 ફૂટની વિશ્વની સૌથી ઉંચી શિવ પ્રતિમા ‘વિશ્વાસ સ્વરૂપમ’નો લોકાર્પણ મહોત્સવ 29 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી આયોજિત કરવામાં આવી રહ્યો છે.