Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયમધ્યપ્રદેશમાં ડંકીમાંથી દારૂ નિકળવા લાગ્યો

મધ્યપ્રદેશમાં ડંકીમાંથી દારૂ નિકળવા લાગ્યો

- Advertisement -

શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે હેન્ડપંપમાંથી પાણીના બદલે દારૂ નિકળે? આ વાત સાંભળીને તમને ચોક્કસ નવાઈ લાગી હશે, પરંતુ મધ્ય પ્રદેશમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. જે ખરેખરમાં ચોંકાવનારી છે. મધ્ય પ્રદેશના ગુનામાં પોલીસ ટીમ ગેરકાયદે દારૂને લઈને દરોડા પાડી રહી છે. આ દરમિયાન એક હેન્ડપંપમાંથી પાણીના બદલે દારૂ નીકળવા લાગ્યો હતો. પોલીસે જયારે હેન્ડપંપ ચલાવ્યો તો તેમાંથી પાણીના બદલે દારૂ નીકળવા લાગ્યો હતો. જેનો વિડીયો પણ સોશિયલ મીડીયાં વાયરલ થઈ રહ્યો છે.

- Advertisement -

હેન્ડપંપમાંથી દારૂ નીકળવાનો આ મામલો ગુના જિલ્લામાંથી સામે આવ્યો છે. ગેરકાયદે દારૂની સૂચના મળતા જ પોલીસની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી અને દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસની નજર એક હેન્ડપંપ પર પડી હતી. આ હેન્ડપંપને પોલીસે ચલાવ્યો તો અંદરથી પાણીના બદલે દારુ નીકળવા લાગ્યો હતો. જયારે આ હેન્ડપંપની પાસે પોલીસે ખોદકામ કર્યુ તો એની નીચે દારૂથી ભરેલો એક ડ્રમ હતો. જેમાં ગેરકાયદે દારૂ એકત્ર કરવામાં આવ્યો હતો. બાદમાં પોલીસે આ ગેરકાયદે દારુનો જથ્થો જપ્ત કર્યો હતો. જે બાદ પોલીસે આ ગુનામાં સામેલ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

મધ્ય પ્રદેશમાં ગેરકાયદે દારુ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી તેજ થઈ રહી છે. શિવરાજસિંહ ચૌહાણ સરકારના આદેશ પર નશા વિરૂધ્ધ પોલીસ તંત્રની ટીમ સતત કાર્યવાહી કરી રહી છે. ગુના જ નહીં રાજધાની ભોપાલ સહિત અનેક શહેરોમાં પોલીસ અભિયાન ચલાવી રહી છે. આ પહેલાં શનિવારની રાત્રે ભોપાલમાં ગેરકાયદે દારૂ વેચતા હુક્કા લોન્જ અને રેસ્ટોરન્ટ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઓપરેશન પ્રહર હેઠળ ગેરકાયદે હુક્કા લોન્જ પર પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા.

- Advertisement -

પોલીસની ટીમને તપાસમાં જાણવા મળ્યું કે કેટલાંક ઠેકાણે ગેરકાયદે દારૂ વેચવામાં આવી રહ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસી અને મોટર વ્હીકલ એક્ટ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તો પોલીસે કેટલીક જગ્યાએ હુક્કા ઉપકરણોને પણ સીઝ કર્યા છે અને સીલ મારી દીધુ છે. શનિવારની રાત્રે શહેરના અનેક વિસ્તારોમાં પોલીસ કાર્યવાહી જોવા મળી હતી. 77 હોટલો, રેસ્ટોરન્ટ અને ઢાબા પર અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા.

ગેરકાયદે દારૂ વેચવાના આરોપમાં ત્રણ ઢાબા સંચાલકો પર કેસ નોંધવામાં આવ્યો છે. આ જ રીતે જાહેર સ્થળો પર દારુ પીનારા 19 લોકો વિરૂધ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસની ટીમોએ લગભગ 150 ગાડીઓની તપાસ હાથ ધરી હતી. જેમાંથી 21 લોકો પર દારૂ પીને કાર ચલાવવાના આરોપ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular