Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરચેક રીર્ટનના કેસમાં મહિલાને 14 માસની સજા

ચેક રીર્ટનના કેસમાં મહિલાને 14 માસની સજા

- Advertisement -

ફરીયાદી નીશીતભાઈ શુરેશભાઈ મજીઠીયા પાસેથી આ કામના આરોપી જયશ્રીબેન હેમેન્દ્રભાઈ દાવડાને નાણાંની જરૂરીયાત ઉપસ્થિત થતા ફરીયાદી પાસેથી હાથ ઉછીના રકમ રૂ1.2,00,000 લીધા હતા અને આ રકમની પરત ચુકવણી કરવા માટે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ગ્રેઇનમાર્કેટ, જામનગર શાખાનો રૂ1.2,00,000નો ચેક આપ્યો હતો અને ચેક પાકતી તારીખે પાસ થઈ જશે અને ફરીયાદીને તેમની લેણી રકમ મળી જશે. તેવી સ્પષ્ટ બાહેંધરી આપેલી હતી.

- Advertisement -

જેથી ફરીયાદી નીશીતભાઈ સુરેશભાઈ મજીઠીયા દ્વારા આરોપીની સુચના મુજબ ચેક તેમની બેંકમાં રજુ કરતા ફંડસ ઇનસફીસીયન્ટ ના શેરા પરત ફરેલ હોય અને આ કામના ફરીયાદી નીશીતભાઈ શુરેશભાઈ મજીઠીયાને તેમની કાયદેસરની રકમ મળેલ ન હોય, અને પોતાના નાણા પરત મેળવવા માટે આ કામના ફરીયાદી દ્રારા આરોપીને લીગલ નોટીસ મોકલાવેલ જેની પણ દરકાર લીધેલ નહી. જેથી ફરીયાદી દ્વારા પોતાની લેણી રકમ પરત મેળવવા જામનગરની કોર્ટ માં ફરિયાદી દ્રારા આરોપી વિરુદ્ધ ધી નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ-138 મુજબ ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. જે કોર્ટમા ચાલી જતા ફરિયાદ પક્ષ દ્વારા રજુ કરવામાં આવેલ પુરાવાઓ તથા સમગ્ર ટ્રાયલ ધ્યાને લઇ જામનગરની કોર્ટે આરોપી જયશ્રીબેન હેમેન્દ્રભાઈ દાવડાને તકસીરવાર ઠરાવીને ચૌદ માસની સજા તથા રૂ1.2,00,000/- નો દંડ ચૂકવી આપવાનો અને જો દંડની રકમ ન ભરે તો વધુ બે મહીનાની કેદની સજાનો હુકમ ફરમાવેલ હોય અને ફરીયાદીને ન્યાય આપેલ છે. આ કામે ફરીયાદી નીશીતભાઈ શુરેશભાઈ મજીઠીયા તરફે જામનગરના યુવા ધારાશાસ્ત્રી જયેન્દ્રસિંહ એન. ઝાલા તથા નિરલ વી. ઝાલા તથા હરપાલસિંહ પી. ઝાલા તથા સત્યજીતસિંહ પી. જાડેજા રોકાયેલા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular