જામનગર મહાનગરપાલિકાની ફૂડશાખા દ્વારા વિવિધ રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ઢોકળી, બાફેલા બટાટા, વાસી મન્ચ્યુરીયન, પૈંડા સહિતની અખાદ્ય વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો તેમજ ગે્રઇન માર્કેટ વિસ્તારમાંથી ઘી ના નમૂના વડોદરા લેબ્રોરેટરીમાં મોકલવામાં આવ્યાં હતાં.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીની સૂચના અન્વયે ફૂડ શાખા દ્વારા ગોકુલનગર, હરિયા કોલેજ રોડ, નાગનાથ ગેઈટ, રણજીતનગર, જનતા ફાટક તથા નાગનાથ ગેઈટ વિસ્તારમાં 22 જેટલી પેઢીઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સાફ સફાઈ, સ્વચ્છતા સહિતની બાબતો અંગે જરૂરી સૂચના આપી હતી. આ ઉપરાંત હરિયા કોલેજ પાસે આવેલ રિધ્ધી-સિધ્ધી રેસ્ટોરન્ટમાંથી બે કિલો બોઇલ ઢોકળી તેમજ બે કિલો બાફેલા બટાટા વાસી જણાતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત નાગનાથ ગેઈટ વિસ્તારમાં આવેલ મહાસાગર ચાઇનીઝમાંથી આઠ કિલો વાસી મન્ચ્યુરીયન, જય ભોલે રેસ્ટોરન્ટમાંથી 30 કિલો વાસી મન્ચ્યુરીયન તથા જયદીપભાઇ જાંબુવાળાને ત્યાંથી 35 કિલો પૈંડા અખાદ્ય જણાતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો તેમજ ગે્રઈનમાર્કેટ પશુ દવાખાના વિસ્તારમાં બે પેઢીમાંથી ઘી ના નમૂના લઇ પરીક્ષણ અર્થે વડોદરા ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીમાં મોકલવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.