Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરડબલ ટ્રેકના કામને કારણે 2 ઓક્ટોબર સુધી રેલ વ્યવહાર પ્રભાવિત

ડબલ ટ્રેકના કામને કારણે 2 ઓક્ટોબર સુધી રેલ વ્યવહાર પ્રભાવિત

વડોદરા-જામનગર ઇન્ટરસીટી ટ્રેન રદ્

- Advertisement -

રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા સિંધાવદર-કણકોટ-ખોરાણા-બિલેશ્વર સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 22 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર, 2022 સુધી રેલ ટ્રાફિકને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 23.9.2022 થી 1.10.2022 સુધી રદ રહેશે, ટ્રેન નંબર 22960 જામનગર -વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 24.9.2022 થી 2.10.2022 સુધી, ટ્રેન નંબર 19573 ઓખા-જયપુર એક્સપ્રેસ 26.9.2022ના રોજ, ટ્રેન નંબર 19574 જયપુર-ઓખા એક્સપ્રેસ 27.9.2022ના રોજ, ટ્રેન નંબર 22908 હાપા-મડગાંવ એક્સપ્રેસ 28.9.2022ના રોજ, ટ્રેન નંબર 22907 મડાગાવ-હાપા એક્સપ્રેસ 30.9.2022ના રોજ, ટ્રેન નંબર 22939 હાપા-બિલાસપુર એક્સપ્રેસ 24.9.2022ના રોજ, ટ્રેન નંબર 22940 બિલાસપુર-હાપા એક્સપ્રેસ 26.9.2022ના રોજ, ટ્રેન નંબર 19320 ઇન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસ 27.9.2022ના રોજ, ટ્રેન નંબર 19319 વેરાવળ-ઈન્દોર મહામના એક્સપ્રેસ 28.9.2022ના રોજ રહેશે.

- Advertisement -

ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 22.9.2022થી 30.9.2022 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રહેશે, ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ 23.9.2022 થી 1.10.2022 સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી દોડશે. આમ, આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રહેશે.

ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરંટો એક્સપ્રેસ 22.9.2022 થી 30.09.2022 સુધી મુંબઈ સેન્ટ્રલથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરન્દ્રનગર-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે, ટ્રેન નંબર 12268 હાપા – મુંબઈ સેન્ટ્રલ દુરંટો એક્સપ્રેસ સુરેન્દ્રનગરથી મુંબઈ સેન્ટ્રલ સુધી 23.9.2022 થી 1.10.2022 સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન હાપા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે, ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ 23.9.2022થી 1.10.2022 સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

- Advertisement -

ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ 23.9.2022 થી 1.10.2022 સુધી સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સોમનાથ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે, ટ્રેન નંબર 22923 બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ બાંદ્રાથી સુરેન્દ્રનગર 22.9.2022, 24.9.2022, 26.9.2022 અને 29.9.2022ના રોજ દોડશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે, ટ્રેન નંબર 22924 જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ 23.9.2022, 25.09.2022, 27.9.2022 અને 30.9.2022 ના રોજ સુરેન્દ્રનગરથી બાંદ્રા સુધી દોડશે. આમ આ ટ્રેન જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

બ્લોક અવધિ માટે એટલે કે 23.9.2022 થી 1.10.2022 સુધી ટ્રેન નંબર 22938 રેવા-રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ દર મંગળવારે 1 કલાક મોડી પડશે, ટ્રેન નંબર 19567 તુતીકોરીન-ઓખા વિવેક એક્સપ્રેસ દર મંગળવારે 1 કલાક 10 મિનિટ મોડી પડશે અને ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ દર શુક્રવારે 1 કલાક મોડી પડશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular