Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતઅરવલ્લીમાં ધ્વજવંદન કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અરવલ્લીમાં ધ્વજવંદન કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

- Advertisement -

રાષ્ટ્રના સ્વાતંત્ર્ય પર્વ-15મી ઓગસ્ટ-2022ની રાજ્યકક્ષાની ઉજવણી અરવલ્લી ખાતે કરવામાં આવનાર છે.આ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને અરવલ્લી ખાતે ધ્વજવંદન સમારોહ યોજાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્ય કચ્છ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે. રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ ક્યાં ધ્વજ વંદન કરાવશે તેની વિગત આ મુજબ છે. રાજેન્દ્ર ત્રિવેદી – આણંદ, જીતુભાઈ વાઘાણી – રાજકોટ, ઋષિકેશભાઈ પટેલ – અમદાવાદ, પૂર્ણેશ મોદી – ગીર સોમનાથ, રાઘવજીભાઈ પટેલ – પોરબંદર, કનુભાઈ દેસાઇ – સુરત, કીરીટસિંહ રાણા – ભાવનગર,નરેશભાઈ પટેલ – વલસાડ, પ્રદિપભાઇ પરમાર – વડોદરા, અર્જુનસિંહ ચૌહાણ – મહિસાગર, હર્ષ સંઘવી – ગાંધીનગર, જગદીશ પંચાલ (વિશ્ર્વર્મા) – મહેસાણા, બ્રિજેશ મેરજા – જામનગર, જીતુભાઈ ચૌધરી – નવસારી, શ્રીમતી મનીષાબેન વકીલ – ખેડા,મુકેશભાઈ પટેલ – તાપી, શ્રીમતી નિમિષાબેન સુથાર છોટા ઉદેપુર,અરવિંદભાઈ રૈયાણી – જૂનાગઢ, કુબેરભાઈ ડીંડોર – સાબરકાંઠા,કિર્તીસિંહ વાઘેલા – પાટણ,ગજેન્દ્રસિંહ પરમાર – બનાસકાંઠા, આર. સી. મકવાણા – અમરેલી, વિનોદભાઈ મોરડીયા – બોટાદ, દેવાભાઇ માલમ – મોરબી. આ ઉપરાંત સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, દાહોદ અને ડાંગ ખાતે સંબંધિત જિલ્લાના જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular