Friday, December 27, 2024
Homeરાજ્યગુજરાતઆજે વિશ્વ સિંહ દિવસ : ગુજરાતના ગૌરવ સમાન સિંહના સંરક્ષણને પ્રાથમિકતા :...

આજે વિશ્વ સિંહ દિવસ : ગુજરાતના ગૌરવ સમાન સિંહના સંરક્ષણને પ્રાથમિકતા : મુખ્યમંત્રી

મુખ્યમંત્રીએ કહ્યું આજે ગૌરવની લાગણીનો દિવસ : વન વિભાગ દ્વારા થઇ રહેલી ઉજવણીમાં રાજયના 15 લાખથી વધુ લોકો જોડાયા

- Advertisement -

આજે વિશ્વ સિંહ દિવસ નિમિતે રાજય સરકારના વન વિભાગ દ્વારા ગુજરાતના ગૌરવ સમાન એશિયાઇ સિંહના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીના હસ્તે સિંહ દિવસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ઉજવણીમાં રાજયના 15 લાખથી વધુ લોકો જોડાયા છે. સિંહના સંરક્ષણ, સંવર્ધનના સંકલ્પ અને એ માટેની લોકજાગૃતિ ઊજાગર કરવા વર્લ્ડ લાયન ડે ની 2016 થી ઉજવણી કરીયે છીયેમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીડિયો કોન્કરન્સથી આ ઉજવણીમાં સહભાગી થતાં જણાવ્યું કે રાજ્ય સરકારે સિંહ સંરક્ષણને પ્રાથમિકતા આપી જુદી જુદી યોજનાઓ અને પ્રોજેકટસ દ્વારા લાયન ક્ધઝરવેશન પ્રોટકશનના અસરકારક પગલાંઓ લીધા છે. એશિયાઇ સિંહના વસવાટવાળા વિસ્તારોમાં જ3રીયાત પ્રમાણેના રેસ્કયુ સેન્ટરોની સ્થાપના કરવામાં આવી છે. એટલું જ નહીં આ રેસ્કયુ સેન્ટરોમાં પશુ ચિકિત્સક, સારવાર માટેના અધતન સાધનો, રેસ્ક્યુ કામગીરી માટેની સાધન સામગ્રી, વાહનો ની (જે સુવિધા કરવામાં આવી છે. સિંહોની સ્થળપર ત્વરીત સારવાર કરી શકાય તે માટે અધતન સાધનો સાથેની લાયન એમ્બ્યુલન્સની સુવિધા કરવામાં આવી છે. સિંહો માટે સાસણ ખાતે અધતન લાયન હોસ્પીટલની સ્થાપના કરવામાં આવેલી છે.આ ઉપરાંત વન વિભાગે અધતન ટેકનોલોજીથી સુસજ્જ ગીર હાઇટેક મોનીટરીંગ યુનિટની સ્થાપના કરી છે તેના દ્વારા સિંહોનું સતત નિરિક્ષણ કરવામાં આવે છે. સિંહોના આનુવાંશિક ગુણો જાળવી રાખી સિંહ પ્રજાતિના સંવર્ધન માટે સૌરાષ્ટ્રમાં રામપરા, જૂનાગઢના સક્કર બાગ, સાત વીરડા એમ ત્રણ સ્થળોએ જિન પૂલ શ3 કરવામાં આવ્યા છે.

- Advertisement -

તેની વિગતો મુખ્યમંત્રીએ આપી હતી. આપણા દેશના એમ્બલમ એટલે કે રાજચિન્હમાં પણ સિંહોની કૃતિઓ રાખવામાં આવી છે. તેમાં ચાર સિંહો એકબીજા તરક પીઠ કરીને ઉભા હોવાની પ્રતિકૃતિ રાખવામાં આવી છે.પ્રધાનમંત્રીના કલેગશીપ પ્રોજેકટ મેઇક ઇન ઇન્ડીયા અભિયાનના લોગો તરીકે પણ તેમણે ગીરના લાયન સાવજની પ્રતિકૃતિ મૂકી છે. આવનારા દિવસોમાં રાજ્યમાં 36મી નેશનલ ગેમ્સનું આયોજન થનાર છે, તેનો મેસ્કોટ પણ સિંહ છે તેનો તેમણે ગૌરવ સહ ઉલ્લેખ કર્યો હતો. આ વર્ષે પણ વર્લ્ડ લાયન ડે ની ઉજવણીમાં બહુ મોટી સંખ્યામાં વિધાર્થીઓ અને સૌરાષ્ટ્રના 6 જિલ્લાના 6800 જેટલી શાળા કોલેજીસના તેમજ અન્ય વન પ્રેમીઓ,અગ્રણીઓ,વન્યપ્રાણી જીવ પ્રેમીઓ મળીને અંદાજે 15 લાખ લોકો જોડાયા છે.

મુખ્યમંત્રીએ ક્લું કે વન વિસ્તારમાં વસતા સ્થાનિક લોકોએ તો સિંહ સાથેના સહઅસ્તિત્વને સ્વીકાર્યું છે તથા જીવો,જીવવા દો અને જીવાડો ના આપણા સંસ્કાર જાળવી રાખ્યા છે.ભૂપેન્દ્ર પટેલે એમ પણ ક્લું કે એશિયાટીક સિંહોના સંરક્ષણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ લાયન પ્રોજેકટની થ3આત કરી છે.મુખ્યમંત્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું કે સરકાર દ્વારા લેવામાં આવેલા નક્કર પગલાંઓ, વન વિભાગના અથાગ પ્રયત્નો અને ગુજરાતના લોકોની ભાગીદારી થી સિંહોની વસ્તીમાં ઉત્તરોતર વધારો થતો રહેલો છે. આ અવસરે ગાંધીનગરમાં વન મંત્રી કિરીટ સિંહ રાણા,રાજ્યમંત્રી જગદીશ વિશ્ર્વકર્મા અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓક કોરેસ્ટ યુડી.સિંઘ,અગ્ર મુખ્ય વન સંરક્ષક વન્ય પ્રાણી શ્રી વાસ્તવ અને વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular