લાલપુર તાલુકાના સણોસરી ગામમાં સાત શખ્સોને રૂા.21860 ની રોકડ અને ગંજીપના સાથે આંતરી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામજોધપુર તાલુકાના વેરાવડ જામુળી નજીકથી રેઈડ દરમિયાન જૂગાર રમતા ચાર શખ્સો ઝડપાયા હતાં. કાલાવડ તાલુકાના ખરેડી થી ભગત ખીજડિયા તરફ જતા કાચા માર્ગ પરથી પાંચ શખ્સો જૂગાર રમતા ઝડપાયા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો લાલપુર તાલુકાના સણોસરી ગામમાં 66 કે.વી. સબ સ્ટેશન પાછળના વિસ્તારમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન કિશન નાથા કરમુર, ચના ડોસા કોડિયાતર, વિપુલ વિનોદ સાદરિયા, ભરત સવદાસ ખોડભાયા, હમીર સાજણ કરંગીયા, રમેશ ભીખા ડાંગર, સાવન અરજી ભીંભા નામના સાત શખ્સોને રૂા.21,860 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામજોધપુર તાલુકાના વેરાવડ જામુળી વાડી વિસ્તારમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન હુશેન અલારખા રાવકરડા, હારુન હાજી રાવકરડા, હનીફ મામદ રાવકરડા, જેન્તી બીજલ મુછડિયા નામના ચાર શખ્સોને રૂા.11,220 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, કાલાવડ તાલુકાના ખરેડીથી ભગત ખીજડિયા ગામ તરફ જતા વાડીના કાચા માર્ગ પર જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન દિપક શામજી રાણપરિયા, ભગવાનજી ઉર્ફે હસમુખ રામજી શીંગાળા, રજની વજુ ભાલોરા, જીતેન્દ્ર નાનજી શીંગાળા અને અશોક જેન્તી શીંગાળા નામના પાંચ શખ્સોને રૂા.10340 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.