Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજી. જી. હોસ્પિટલમાં બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ યોજાયો

જી. જી. હોસ્પિટલમાં બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ યોજાયો

નવજાત બાળકીઓને વધામણા કીટ અર્પણ કરી વ્હાલી દિકરી યોજનાના હુકમો એનાયત કરાયા

- Advertisement -

રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ,ગાંધીનગર દ્વારા તા.01/08/22 થી તા.7/08/22 દરમિયાન ‘નારી વંદન ઉત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં દરરોજ અલગ અલગ થીમ પર વિશેષ દિનની ઉજવણી કરવામાં આવે છે. જેમા મહિલા સુરક્ષા દિવસ, બેટી બચાવો બેટી પઢાઓ, મહિલા સ્વાવલંબન દિવસ, મહિલા નેતુત્વ દિવસ, મહિલા કર્મયોગી દિવસ, મહિલા કલ્યાણ દિવસ, મહિલા અને બાળ આરોગ્ય દિવસ જેવી થીમ પર વિવિધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.

- Advertisement -

જે અંતર્ગત જામનગર જિલ્લામાં ‘નારી વંદન ઉત્સવ’ અને વિશ્ર્વ સ્તનપાન સપ્તાહ ની ઉજવણીના ભાગરૂપે તા.02/08/2022 રોજ શહેરની જી.જી. હોસ્પિટલ ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી કિર્તનબેન પરમારના અધ્યક્ષ સ્થાને ‘બેટી બચાવો બેટી પઢાઓ’ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમા જી.જી. હોસ્પિટલ ખાતે જન્મેલ નવજાત બાળકીઓને દિકરી વધામણા કીટ આપીને આવકારવામાં આવેલ તથા તેમનાં વાલીઓને દીકરીની યોગ્ય કાળજી અને સંભાળ લેવા સમજાવવામાં આવ્યા હતાં તથા દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપી આગળ વધારવા પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું. સાથે-સાથે તમામ દીકરીઓને સરકારની વ્હાલી દીકરી યોજનાના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા વ્હાલી દીકરી યોજનાના મંજુર થયેલ લાભાર્થીઓને હુકમ વિતરણ કરવામાં આવ્યાં હતા તેમજ સ્તનપાન સપ્તાહ ઉજવણી અંતર્ગત બાળકો માટે સ્તનપાનના મહત્વ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાત ‘બેટી બચાવો બેટી પઢાઓ’ દિનની ઉજવણી અંતર્ગત કિશોરીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા ‘બેટી બચાવો બેટી પઢાઓ’ ના સુત્રોચાર સાથે સમાજમાં જાગૃતી લાવવા પ્રયાસો કરવામાં આવ્યા હતાં.

આ કાર્યક્રમમાં જી.જી.હોસ્પિટલના પ્રસૂતિ અને સ્ત્રી રોગ વિભાગના વડા ડો. નલિની આનંદ, ડો. મોના ગાંધી, અને નિતા રાડા, જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો.ચંદ્રેશ ભાંભી, પ્રોગ્રામ ઓફીસર બિનલ સુથાર, દહેજ પ્રતિબંધક અધિકારી હંસાબેન ટાઢાણી તથા સોનલ વર્ણાગર, મહિલા શક્તિ કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર, આઇસીડીએસ કચેરી, જિલ્લા પંચાયતના તથા હોસ્પિટલના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular