Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીય97 સ્થળો પર આચમનને લાયક પણ નથી ગંગાજળ

97 સ્થળો પર આચમનને લાયક પણ નથી ગંગાજળ

પાંચ રાજયોમાંથી દરરોજ 10,139 એમએલડી પ્રદુષિત પાણી ઠલવાય છે

- Advertisement -

ગંગાજળને ભલે પવિત્ર માનવામાં આવે પણ 97 સ્થળો પર ગંગાજલ આચમનને લાયક ન હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. નમામિ ગંગે પરિયોજનાની જ્યારે શરૂઆત થયેલી ત્યારે દાવો કરાયો હતો કે 2019 સુધીમાં ગંગાને સ્વચ્છ કરી દેવામાં આવશે, તેમ છતાં ગંગા નદીમાં હજુ પણ 60 લોકો ગટરો ઠલવાય છે. આસ્થાનું પ્રતીક ગંગાનું પાણી 97 સ્થળો પર આચમનને લાયક પણ નથી. ઉતરાખંડ, યુપી, બિહાર, ઝારખંડ અને પશ્ર્ચિમ બંગાળમાં 10139.3 એમએલડી (મીલીયન લિટર) દરરોજ ગટરનું પાણી નીકળે છે. 3959.16 એમએલડી મતલબ 40 ટકા ગટર જ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી થઇને પસાર થાય છે, બાકી 60 ટકા સીધું ગંગામાં નખાય છે, કારણ કે ગંગાના મુખ્ય પાંચ રાજ્યોમાં મોજૂદ 226 સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ પોતાની ક્ષમતાથી ઓછું કામ કરી રહ્યા છે. રાષ્ટ્રીય હરિત અધિકરણએ ગત શુક્રવારે જણાવ્યું હતું કે એ ચિંતાજનક છે કે પ્રદુષણનો ગ્રાફ ઘટવાને બદલે વધતો જાય છે. રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશનના રિપોર્ટ અનુસાર ગંગાના મુખ્ય પાંચ રાજ્યોમાં કુલ 245 એસટીપીમાંથી 226 એસપીટી જ ઠીક છે. નિયમોનું પાલન નથી થતું. કેન્દ્રીય પ્રદુષણ બોર્ડ (સીપીસીબી) માત્ર 136 એસટીપીની દેખરેખ રાખે છે. તેમાંથી 105 જ કામ કરે છે. જેમાંથી 96 એસટીપી નિયમ અને ધોરણોનું પાલન નથી કરી રહ્યા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular