સોમવારથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવાનું છે તે પહેલાં રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે. સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે 18 મીએ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે અને આગામી છઠ્ઠી ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે.
સંસદનું ચોમાસુ સત્ર આ સોમવારથી મળશે. કેન્દ્ર સરકારે આગામી 18 મી જુલાઈથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા આ રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી દ્વારા બોલાવાયેલ આ બેઠકમાં બધા જ પક્ષોના અગ્રણીઓને આમંત્રણ અપાયું છે. સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે 18 મીએ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે અને આગામી છઠ્ઠી ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે.