આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તક નિયામક આયુષ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જોડિયાની સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા જોડિયામાં શેઠ કાકુભાઈ જીવણદાસ હુન્નર શાળામાં આયુર્વેદ પ્રચાર પ્રસાર અંતર્ગત આયુષ મેગા નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 293 લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો હતો.
આ કેમ્પમાં આયુર્વેદિક વૈદ્ય આનંદકુમાર જયસ્વાલ, હોમિયોપેથિક ડો. નીતિશકુમાર બાબરીયા, તેમજ હોસ્પિટલના સ્ટાફ અને સંસ્થાના ટ્રસ્ટી અશોકભાઈ વર્મા, સુધીરભાઈ રાજા તેમજ હુન્નર શાળાના સ્ટાફ પરિવાર દ્વારા ભગવાન ધન્વંતરિને દીપ પ્રાગટ્ય કરીને સમગ્ર કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આયુર્વેદ હોમિયોપેથિક સર્વ નિદાન કેમ્પમાં કુલ 293 લાભાર્થીઓ જોડાયા હતા અને કેમ્પનો લાભ લીધો હતો. જ્યારે 250 લાભાર્થીઓને યોગ નિદર્શન તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્વસ્થ જીવનશૈલી, યોગ નિદર્શન અને વિવિધ ચાર્ટ અને બેનરની પ્રદર્શનની ગોઠવવામાં આવી હતી.