મુળગામ પસાયા બેરાજા હાલમાં રાજકોટ રહેતા હેમતભાઇ મેપાભાઇ નડિયાપરા જામનગર-રાજકોટ એસ.ટી. બસ નં. જીજે-18 ઝેડ-3392માં મુસાફરી કરી રહ્યાં હતા. તે દરમિયાન રૂા. 12000થી વધારે રકમનું પાકિટ ખોવાઇ ગયું હતું. જે એસ.ટી. બસના ડ્રાયવર કમ-કંડકટર તરીકે ફરજ બજાવતાં કરશનભાઇ એમ. સોંદરવાએ પરત મુળ માલિક હેમતભાઇ નડિયાપરાને સોંપતા પ્રમાણિકતા બતાવી હતી. આ એસ.ટી. બસના ડ્રાયવર-કમ-કંડકટરને સૌએ પ્રમાણિકતા બતાવવા બદલ અભિનંદન પાઠવેલ હતાં.