Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયજમ્મુ-કાશ્મીર પોલીસ મેડલ પરથી શેખ અબ્દુલ્લાનું પોટ્રેટ હટાવી દેવાશે

જમ્મુ-કાશ્મીર પોલીસ મેડલ પરથી શેખ અબ્દુલ્લાનું પોટ્રેટ હટાવી દેવાશે

જમ્મુ અને કાશ્મીર સરકારે સોમવારે જાહેરાત કરી કે વીરતા અને સેવા માટે જમ્મુ અને કાશ્મીર પોલીસ મેડલ પર લગાવવામાં આવતા શેખ અબ્દુલ્લાના પોટ્રેટ હટાવીને હવે રાષ્ટ્રીય પ્રતિક ચિહ્ન (નિશાન) લગાવવામાં આવશે. શેખ અબ્દુલ્લા નેશનલ કોન્ફરન્સના સ્થાપક અને પૂર્વ મુખ્યમંત્રી હતા. મેડલ પર અશોક સ્તંભના ચિહ્ન અંગે ગૃહ વિભાગ તરફથી આદેશો જાહેર કરવામાં આવ્યા હતા. અગાઉ સરકારે ’શેર એ કાશ્મીર પોલીસ મેડલ’નું નામ બદલીને જમ્મુ-કાશ્મીર પોલીસ મેડલ કર્યું હતું. ’શેર એ કાશ્મીર’ને શેખ અબ્દુલ્લા કહેવામાં આવતું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular