Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયએલોપેથી તબીબો હવે ‘મેડિકલ ડૉકટર’ તરીકે ઓળખાશે

એલોપેથી તબીબો હવે ‘મેડિકલ ડૉકટર’ તરીકે ઓળખાશે

અનેક પ્રકારના ડૉકટરો અસ્તિત્વમાં હોય મેડિકલ ડૉકટરને અલગ ઓળખ આપવા MCIનો નિર્ણય

- Advertisement -

એલોપેથી તબીબ હવે ભવિષ્યમાં પોતાના નામની આગળ ડોકટરને બદલે ‘મેડીકલ ડોકટર’ લખાવી શકશે. મેડીકલ કાઉન્સીલ ઓફ ઈન્ડીયા દ્વારા પ્રોફેશનલ ડોકટર માટે જારી કરવામાં આવેલા મુત્સદામાં આ જોગવાઈ કરી છે. અત્યાર સુધી તબીબો દ્વારા પોતાના નામની આગળ ડોકટર લખવામાં આવી રહ્યું છે.
પરંતુ એલોપેથીની સાથો-સાથ આયુર્વેદ યુનાની હોમિયોપેથી પ્રાકૃતિક ચિકીત્સા વગેરે તબીબો પણ નામની આગળ ડોકટર લખતા હોવાથી વિવાદ સર્જાયો હતો. શિક્ષણ ક્ષેત્રે પીએચડી કરનારા પણ ડોકટર લખે છે. ડોકટરેટની માનદ ડીગ્રી ધરાવનારા પણ નામની આગળ ડોકટર લખે છે. એટલે મેડીકલ ડોકટરની ઓળખ મેળવવાનું પણ ઘણીવાર મુશ્કેલ બની જાય છે.

- Advertisement -

આ સંજોગોમાં એલોપેથી તબીબોને અલગ આગવી ઓળખ આપવા માટે હવે મેડીકલ ડોકટર લખવાની જોગવાઈ કરવામાં આવી છે. મેડીકલ કાઉન્સીલ ઓફ ઈન્ડીયા દ્વારા જારી કરાયેલા મુત્સદામાં એમ કહેવાયું છે કે વિદેશમાં મેડીકલ અભ્યાસક્રમ કરવામાં આવ્યો હોય તો તેની ડીગ્રીનો પણ ઉલ્લેખ કરવો પડશે. આ જ રીતે કોઈ ચોકકસ મેડીકલ વિષયમાં અલગ જ કોર્ષ કર્યો હોય તેવા સંજોગોમાં જ ડોકટર ‘સ્પેશ્યાલીસ્ટ’ લખી શકશે. માત્ર અનુભવના આધારે સ્પેશ્યાલીસ્ટ નહી લખી શકે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular