30મી મે એ કેન્દ્રની મોદી સરકારને 8 વર્ષ પૂરા થઇ રહયા છે. આ નિમિત્તે ભાજપ દ્વારા મોદી સરકારના 8 વર્ષની ઉજવણીની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. કેન્દ્રિય લેવલે પક્ષ દ્વારા ઉજવણીનો કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. મોદી સરકારના 8 વર્ષના કાર્યકાળ દરમ્યાન કરવામાં આવેલા લોકભોગ્ય કાર્ય, વિવિધ યોજનાઓ તેમજ આ સમયગાળા દરમ્યાન મેળવેલી સિધ્ધિઓને લોકો સમક્ષ લઇ જવા પ્રયાસ કરવામાં આવશે. સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ મોદી સરકારના 8 વર્ષની ઉજવણી કરવામાં આવશે. છેક ગ્રામ્ય સ્તર સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમો દ્વારા 15 દિવસ સુધી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.