જામનગર વસવાટ કરતા અને રીલાયન્સ કંપનીમાં કામ કરતા સંદીપ આપાભાઈ આસુરા ત્યા ચેતન કૃષ્ણકુમાર દવે વચ્ચે આરોપી ચેતન દવેની માલીકીનો ફલેટ ખરીદ કરવા માટે 2જી.વેંચાણ કરાર કરવામાં આવ્યો હતો અને રૂા.6,50,000ની રકમ કરારની વિગતે ફરીયાદીને આરોપીને ફલેટના સોદો થયેલ ત્યારે ચુકવેલ પરંતુ કોઈ અનીવાર્ય સંજોગોથી આ કરાર કેન્સલ કરવામાં અને ફરીયાદીએ કરાર વખતે આપેલ રકમની પરત ચુકવણી માટે આરોપીએ ફરીયાદીને પોતાના ખાતાના બે અલગ અલગ ચેક આપ્યા હતા. જેમાં એક ચેક રૂા.3,50,000નો અને બિજો ચેક રૂા.3,00,000નો હતો, જે ચેક મુદત તારીખે ખાતામાં ભ2તા બંન્ને ચેકો અલગ અલગ તારીખે અપુરતા ભંડોળથી પરત કર્યા હતા. જેની જાણ આરોપીને હોવા છતાં તેમને ફરીયાદીને 2કમ ચુક્વેલ ન હોય, જેથી ફરીયાદીએ તેમના વકીલ મારત આરોપીને કાનુની નોટીસ આપી હતી. આરોપીને નોટીસ મળી ગયેલ હોવા છતાં ફ2ીયાદીનું કાયદેસરનું લેણું ચુકવેલ ન હોય, જેથી ફરીયાદીએ આરોપી સામે ધી-નેગોશ્યેબલ ઈન્સ્ટ્રુમેન્ટની ફરીયાદ દાખલ કરી હતી. જે ફરીયાદ દાખલ થતાં આરોપીને સમન્સ થતાં આરોપી અદાલત સમક્ષ હાજર થયા હતા. તમામ 2જુઆતો અને રેકર્ડ ધ્યાને લઈ અને ફરીયાદી ત2ફ થયેલ રજુઆતો માન્ય રાખી અને અદાલતે આરોપીને બે અલગ અલગ કેશોમાં એક એક વર્ષની સજા અને રૂા.9,50,000 ફરીયાદીને વળતર પેટે ચુકવવાનો હુકમ ફરમાવેલ હતો. આ કેશમાં ફરીયાદી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવર્સીહ આર. ગોહીલ તથા 2જનીકાંત આર. નાખવા રોકાયેલા હતા.