પ્રાચીન અને ઐતિહાસિક સ્મારકો અને રાષ્ટ્રીય મહત્વના પુરાતત્વીય સ્થળોને હવેથી દશેરા, હોળી, મહિલા દિવસ, મકરસંક્રાંતિ સહિતના 21 વિશેષ અવસરો લોકોએ હવે ટીકીટ ખરીદવી પડશે નહી. આ સ્થળની ફ્રીમાં મુલાકાત લઇ શકશે.
કેન્દ્ર સરકારે સામાન્ય લોકોને ખાસ કરીને યુવાનોને ભારતીય ઐતિહાસિક વારસા સાથે જોડવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લીધો છે. સરકારે 31 માર્ચ, 2023 સુધી આ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવા માટે 21 પ્રસંગોએ ટિકિટ ન લેવાનો આદેશ જારી કર્યો છે. તેની માહિતી તમામ રાજ્યો અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને મોકલી દેવામાં આવી છે. કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, આ 21 વિશેષ અવસરો પર, આ ઐતિહાસિક સ્મારકો અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને આધિન સ્થળો પર કોઈ ટિકિટ લેવામાં આવશે નહીં.
જેમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, વિશ્વ ધરોહર દિવસ, વિશ્વ ધરોહર સપ્તાહની ઉજવણી, હોળી, દશેરા, ગણેશ ઉત્સવ, મહા શિવરાત્રી, મકર સંક્રાતિ મેળો, સાંચી ઉત્સવ, અક્ષય નવમી અને ઉદયગીરી પરિક્રમા ઉત્સવ, રાજરાણી સંગીત ઉત્સવ, સામ્બા દશમીનો મેળો, , કાર્તિક પૂર્ણિમા મેળો, આગ્રાનો શાહજહાં ઉર્સ ઉત્સવ, કૈલાશ મેળો આગ્રા, મુક્તેશ્વર નૃત્ય ઉત્સવ ભુવનેશ્વર વગેરેનો સમાવેશ થાય છે.