જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામને લઈને સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કરી અને ચાલુ કામ બંધ કરાવવામાં આવતા મહાપાલિકામાં દોડધામ થઈ ગઇ હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરના ગુલાબનગરમાં મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરના કામો શરૂ કરવામાં આવ્યા હતાં અને આ કામ દરમિયાન પાઈપલાઈન પાથરવાની કામગીરી સ્પેસિફિકેશન મુજબ થતી ન હોવાનું સ્થાનિક રહેવાસીઓના ધ્યાને આવતા આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી અને આ પાઈપલાઈન ઉપર પાથરવામાં આવતી હોવાથી સ્થાનિકો લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ થઈ ગઇ હતી. જેથી સ્થાનિક રહેવાસીઓએ એકઠા થઈને આ પાઈપલાઈનનું કામ વિરોધ પ્રદર્શન કરી બંધ કરાવી દીધું હતું. ભૂગર્ભ ગટરનું કામ બંધ થઈ જતાં મહાનગરપાલિકામાં દોડધામ થઈ ગઇ હતી અને કામ ફરીથી શરૂ કરાવવા તથા સ્થાનિક રહેવાસીઓના પ્રશ્ર્નોનું નિરાકરણ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.